પસંદ કરેલી કૃતિ · selected work
આપની યાદી
Aapni Yaadi
Your Memory
Kalapi, Saurashtra's Prince-Poet · c. 1900
The most quoted line in Gujarati romantic poetry opens this ghazal by the poet-prince of Lathi: wherever my gaze settles, memory of you fills the place. Fourteen couplets in which lovers' cheeks, gardens, sea breezes, and star clusters all return the same face — and no one has ever settled whether the face belongs to a beloved or to God.
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની !
દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની !
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જૂદાઇ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું:
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
Kalapi is the great romantic casualty of Gujarati literature: Sursinhji Gohil, ruling prince of the small Kathiawar state of Lathi, married at fifteen, hopelessly in love by twenty with Shobhana, a companion raised in his own household, and dead at twenty-six in 1900. His poems circulated in manuscript among friends during his life; the collected કલાપીનો કેકારવ — "the peacock-cry of Kalapi" — appeared only after his death and became one of the most loved books in the language. આપની યાદી distils everything the legend promises. It is a ghazal of fourteen couplets with a single audacious design: every couplet ends on the word આપની — "of you" — so that no matter where a verse wanders, it must come home to the same two syllables, the way the poet's mind must.
The opening line became proverbial almost immediately: જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની — wherever my gaze comes to rest, there it finds your memory. What follows is a catalogue of a world turned into evidence: the flush in lovers' cheeks, every garden and every rose, the sweet swell coming in off the sea with a "delicate procession" riding it, the hanging clusters of stars that recall ગેબી કચેરી — your hidden court. Then the ghazal darkens and turns. Enemies may rain daggers from the sky, but memory itself is drawn like a shield; your Ganga flows everywhere, washing wrongdoing. By these later couplets the beloved has acquired the attributes of a deity, and the formal આપ — the honorific "you" that Gujarati reserves for reverence — lets the address hover permanently between a woman and God. A century of readers has argued the question; the poem's refusal to answer it is exactly the Sufi inheritance its Persian vocabulary — માશૂક, ચમન, રહેમત, આશના — carries into Gujarati.
The final couplet may be the tenderest surrender to fate in the language: let kismet make me commit every error there is — છે આખરે તો એકલી ને એ જ યાદી આપની — at the end there is only, and ever, that one memory of you. In the standard arrangement of the કેકારવ this ghazal stands at the very end of the book, so that Kalapi's collected work closes on that line. Sung by generations of ghazal singers and quoted by people who could not name its author, it remains the line a Gujarati reaches for when the world keeps returning a single absent face.
કલાપી
Kalapi — the pen name of Sursinhji Takhtasinhji Gohil, Thakore Saheb of the small princely state of Lathi — was a poet who lived like a verse: beautiful, intense, and heartbreakingly brief. His name means "peacock," and his poetry carried the same quality of extravagant, melancholic beauty. In just twenty-six years of life, he produced a body of romantic and philosophical verse that redefined Gujarati poetry, moving it away from didacticism toward raw emotional truth. Deeply influenced by English Romantic poets — particularly Keats and Shelley — he fused Western lyric forms with Gujarati sensibility, writing with an intimacy that shocked and captivated his contemporaries. His tragic early death in 1900 only deepened the legend, making him one of the most mythologized figures in Gujarati literary history.
All poems by Kalapi →